City bus facility available from Ghandhinagar to Sadra by Ghandhinagar Municipal Corporation.
 
 

જક્ષણી રે મા જક્ષણી રે માને ઘણી ખમ્મા,
અંબા રે જગદંબા રે માને ઘણી ખમ્મા,

શમાણામાં માં માઍ દર્શન દીધાં,
પ્રગટ થવાનાં માઍ ઍધાણ દીધાં ...જક્ષણી રે..

સોનીડૉ માની ચુડીઓ લાવ્યો
સાબરમાંથી માઍ હાથ લંબાવ્યો ...
પ્રગટ થવાનાં માઍ ઍધાણ દીધાં ...જક્ષણી રે..

ઊચી છે ભેખડો ને નીંચા તો ધામ છે
સાબરને તીર રૂડું સાદરા ગામ છે ...જક્ષણી રે..

દિનમાં ત્રણ ત્રણ માનાં સ્વરુપ છે
કન્યા . મુગ્ધા ને વૃધ્ધાનાં રૂપ છે. ...જક્ષણી રે..

અંબા ને બહુચરમાં રમવાને આવે
સાથે છે સહિયારો સૌ ગરબામાં ગાવે ..જક્ષણી રે..

ભાવે ભજીને માને પાયે જે લાગે
તેનાં તે દુ:ખ સહુ દૂર દૂર ભાગે .....જક્ષણી રે..

  Aarti Darshan

સાદ પાડો , સાદ સાંભળનારી સાદરાવાળી મા જક્ષણી બેઠી છે .
હાથ લંબાવો , હાથ પકડનારી જગમાતા સાદરામાં બેઠી છે.
પૂનમો ભરો કે રવિવાર , પણ જે ભરો તે હૈયાની સાચી શ્રાધ્ધાથી ભરજો ,
કામ બની જશે , સપનાં સિધ્ધ થસે ને ઈચ્છાઑના પરિણામ પ્રગટશે.

કોઈ ઍ ખુબ સાચુ જ કહ્યું છે કે -' સાદરા માં બીજું કશુ જ ના હોત ને કેવળ ઍક જક્ષણીમાતા નું મંદિર જ હોત તો પણ સાદરા અમારે મન યાત્રાધામ છે ' શ્રી જક્ષણી માતાના આ સદીઓ પૂરાણા મંદિરની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદભૂત છે. ઍકવાર સાબરમાં ઘોડાપૂર આવ્યું અને જક્ષણીમાતા પૂરાણા મંદિર પર ફરી વળીને માતાજીની મૂર્તિને ઢસડવા લાગ્યું ત્યારે ' સેવકરામ ' નામના તપોધનઍ પૂરમાં ઝંપલાવી માતાજીની મૂર્તિને બાથ માં લઈ લીધી અને બચાવી લીધી ઍ સાહસના પુણ્યફળે આજે ઍમના જ વંશજો પાસે મંદિર ની પૂજાનો હક અબાધિત રહ્યો છે.

શ્રી જક્ષણી માતાનું પવિત્ર સ્થાન સાબરમતી નદી ના તટ પર આવેલા સાદરા ગામની શોભા સમું છે. આ સ્થાન ની આજુબાજુ નાની મોટી ટેકરીઓ ની હારમાળા છે અને નદીની સાન્નિધ્યમાં જ આ દેવળ આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દ્રષ્ટી ઍ અતિ રમ્ય ભાસે છે. અમદાવાદના ગર્ભશ્રીમંત સર ચીનુભાઇ બેરોનેટ ના પિતાશ્રી માધવલાલને શ્રી જક્ષણીમાતાની કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેથી તેમણે સંવંત ૧૯૫૦ માં ( ઈ . સ ૧૮૯૪ માં ) જૂના મંદિરનો જીર્ણોદવાર કરી આ વિશાળ ભવ્ય મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યા હતા. ઘુમ્મટ વિનાનું , છાપરાવાળું , આ મંદિર બહારથી કદાચ કોઈ ને બહુ આકર્ષક ન લાગે , પરંતુ અંદર જઈને ઍક્વાર માતાજીની મૂર્તિ સામે આંખ માંડે પછી ત્યાથી ખસવાનુ મન ન થાય ઍવી અંદરના ભાગની રમણીયતા ને ભવ્યતા છે ! અત્યારે માતાજીની કૃપાથી ચાંદી નુ સિંહાસન અને આખુ ગર્ભગૃહ ચાંદી થી શોભે છે. આ ઉપરાંત કુંભચૉક અને શ્રી અન્નપુર્ણા કેન્દ્ર જક્ષણી ધામ ની શોભા વધારે છે, રાત્રે ફલડ લાઈટ ના અજવાળે સાબારકિનારે જક્ષણીધામ દીવાદાંડી સમાન લાગે છે.

આધશક્તિ ' મા ' અંબા ભવાનીના શરણમાં જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. આધી , વ્યાધી , ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે ' મા ' જગદંબા જક્ષણી નુ શરણું ઍક ઉતમ ઔષધી છે. નદીકિનારે ટેકરી ઉપર બિરાજતાં ' મા ' જક્ષણીની અમીભરી દ્રષ્ટી અને દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી સંસારી જીવો પાવન બને છે. જીવનની સાફલ્યતાનો અનુભવ થાય છે .

સંસારમાં કોઈનેય શાંતિ નથી . શાંતિ ઍને જ મળે છે. જેને ' મા ' ના દર્શનની લગન છે . શાંતિ ઍને જ મળે છે જે ' મા ' ના મનોહર મુખડાંનાં દર્શન કરી સદાય માના સ્મરણમાં મસ્ત રહે છે.

પૂ. શ્રી કેશરભવાની મહારાજે કહ્યુ હતુ કે : ' મે દેશવિદેશ સહિત અનેક સ્થળોઍ ભાગવત સપ્તાહો કરીછે, પણ અહીં સાદરમાં સાબરના તટે જગદંબા જક્ષણીના મંદિરના પ્રાગણમાં જે દિવ્ય પ્રસન્નતા થઈ હતી તે સાચેજ અજોડ અને શબ્દાતીત છે ' !

જે ' મા ' નો બની જાય છે , ઍની બની જાય છે ' મા ' ! હૈયાનાં ઊડાણમાંથી પરમેશ્વરી માટે ' મા ' શબ્દ પ્રગટશે તો ઍની પ્રતિધ્વની ઊઠયા વિના નહીં રહે .

hit counters
Copyright © 2011 Shri Jakshini Annapurna kendra, Sadra. All Rights Reserved.
Powered by : hit counters Gateway Group of Companies