બાગે ગુર્જર એક્દા તું દિવ્ય ધામ વસુંધરા ,
જન્મભૂમિ સાદરા ! સાદરા એ સાદરા !
જાણે સંસ્મરણે સદા પાવન પ્રસંગ પરંપરા ,
જન્મભૂમિ સાદરા ! સાદરા એ સાદરા !

ભેંકાર ભાસે ભેખડો, આ કોતરો ની કંદરા,
કણસે સૂના ખંડેર કણકણ ના વળે કળ કે જરા,
કાળ ! નિર્દય કાં બની કીધા પ્રહારો આકરા ?

- - જન્મભૂમિ. ૧

સદીઓ પૂરાણી સંસ્કૃતિ અવશેષ અહીં અભરે ભર્યા
શાન-શૌકત તાજરાજે સ્વપ્ને પણ ના વિસર્યા ,
અસ્તોદય મૂક સાખ સાબૂત જક્ષણી ધૂરંધરા !

- - જન્મભૂમિ. ૨

હિંદુ મુસ્લિમ ખ્રિસ્ત પારસી સર્વ ધર્મ સમાનતા,
પચરંગી બહુવિધ પ્રજા નિત કર્મ-શિસ્ત સભાનતા,
વાંક શું તવ શુભ્ર અંકે આંગલ-અફસર ઉછર્યા ?

- - જન્મભૂમિ. 3

સ્વૈરવિહારી શેષ, ન્હાનલ પ્રેમભક્તિ વિહર્યા,
‘બચ્ચું ચંબલનું’ અહા ! ધૂમકેતુ વિસ્મય ઉચ્ચર્યા,
શસ્ત્રશૂર ને કલમશૂર શુભ સમન્વયે ઋતંભરા !

- - જન્મભૂમિ. ૪

સ્વાસ્થ્યપ્રદ સંજીવની શી પ્રકૃતી આબોહવા ,
પામ્યા રાજ્યધૂરાવહન તાલીમ કુંવરો જ્યહાં,
શાસને સંરક્ષણે તવ સ્થાન તો અજરામરા !

- - જન્મભૂમિ. 5

‘સગરપુત્રો’ શી શૂતી શાપિત આ નગરીપ્રજા,
હાય ! કોના પાપની નિર્દોષને આવળી સજા ?
કો’ ભગીરથની પ્રતીક્ષા અખંડ વર્ષ ઉજાગરા !

- - જન્મભૂમિ. 6

છો કીધી સ્વાથર્ધ ‘બાપુ’ ટી અહીં ધીકતી ધરા,
આજ અંતરતમ પ્રતીતિ 'બાપુ' ચીંધ્યા રાહ ખરા,
નૂતન શિક્ષણ તીર્થભૂમી ધન્ય તું મનોહરા !

- - જન્મભૂમિ. 7

અતીતની અતિ ભવ્ય ગાથા ભગ્નહ્રદય ભરી વ્યથા,
વતનઋણ આરૂઢ અંતર પામે શાતા નાન્યથા,
જમ્યું સો સો વાર સાબર તવ કિનારે સાદરા !

- - જન્મભૂમિ. ૮

Darshan of ATHAM FROM 7.00 AM TO 2.00 PM AND 11.00 PM TO 12.30 AM (IST) on 22-OCT-2023.
Parichay Patrika

સાબર નું સંતાન સાદરા

''સાબરમતી નદી ના કાંઠે વસેલું સાદરા કોઈ કાળે મોટું કે સમૃધ્ધ શહેર ન હોવા છતા એનૂ નામ ઇતિહાસ પાને, છેક સલ્તનકાળથી (પંદરમી સદીથી) નોધાઈને, મોગલ-મરાઠા યુગમાં પા પા પગલી માંડતું, બ્રિટિશ શાસનકાળે કીર્તિની ટોચે પહોંચ્યું અને ભારતમાંથી અંગ્રેજ યુગ આથમ્યો ને દેશી રાજ્યોનું ભારત-સંઘમાં વિલીનીકરણ થયું ત્યા સુધી દિલ્હીના ચોપડે સાબરકીનારે આવેલ સાદરા ગામનું રાજકીય મહત્વ કોઈ ને કોઈ સ્વરૂપે અંકાતૂ રહ્યું એ કોઇ નાનીસૂની વાત નથી.

જન્મુ સો સો વાર સાબર તવ કિનારે સાદરા !

‘સાદરા નામ શી રીતે પડયું ? આ અંગે પાંચેક તર્ક વિશ્વસનીય લાગે છે, જે આ પ્રમાણે છે :

૧ . ‘શાહ (કા) ડેરા’
૨ . ‘સાતધરા અથવા શાહધરા’
૩ . ‘સદરે રિયસત’
૪ . ‘સાધુપ્રદ’
૫ . ‘શાહદરા’

તીર્થક્ષેત્ર : સાદરાની કેટલીક વિશેષતાઓ :

સાદરા ગામ, બજાર અને કોલેજ વિસ્તારમાં થઈ ને કુલ જેટલા ધર્મસ્થાનો આ તીર્થભૂમિ પર આવેલા છે , તેની નામાવલી આ પ્રમાણે આપી શકાય.

» બળીયાદેવનું મંદિર( ભાગોળે )
» અંબામાતાનું મંદિર ( હોળી ચકલા )
» રાધાવલ્લભનું મંદિર ( ગામમાં )
» તાત્કાળેશ્વર મહાદેવનુંશિવાલય ( ગામમાં વૃંદાવન વાડીના પ્રેવશદ્વારે )
» હનુમાંનજીનું મંદિર ( ગામમાં )
» સહજાનંદ સ્વામી ના પગલા ( ગામમાં મોટા ઠાકોરવાસ પાસે )
» નાથબાવા ની મઢી ( નદી કિનારે )
» જક્ષણીમાતાનું મંદિર ( નદી કિનારે )
» રામજી મંદિર, હનુમાનજીનું મંદિર, પાર્વતી મંદિર અને મહાદેવજીનું મંદિર ( અન્ન દાતર ની ટેકરી પર )
» મસ્જિદ ( દવાખાના ની સામે )
» ગેબનશાહ પીરની દરગાહ ( પોલિટિકલ ઍજ્ન્ટ ના બાંગ્લાના પ્રવેશદ્વારે )
» વેરાઇ અંબાજી માતાનુ મંદિર ( બજાર માં )
» ગુસાઈજીની બેઠક અને વિઠ્ઠલનાથજીનું મંદિર( બજાર માં )
» સ્વામીનારાયણ નું મંદિર ( બજાર માં )
» જૈન દેરાસર ( બજારમાં)
» વલ્લભી મંદિર ( બજાર માં )
» ભાઉસીંધીયા મહાદેવ ( શાકમાર્કેટ પાસે )
» માઉન્ટેડ પોલીસ લાઇનના મહાદેવ અન મસ્જિદ ( ગેસ્ટ હાઉસની સામે )
» મીરાંદાતાર ( કોલેજ વિસ્તાર, ગોળીબારના બટ પાસેના કબ્રાસ્તાન નજીક )

આખા ગુજરાતનું ધ્યાન જેના તરફ ખેંચાયેલુ છે તે સાદરાનું ટી. બી. સેનિટેરિયમ અને પંચાયતીરાજ તાલીમ કેન્દ્રે તો સાદરાનાં બે ફેફસા છે. એ ધબકતાં ના થયા હોત તો સાદરા મરી પરવારેલું જ હતું ! ‘જક્ષણીમાતા’ સાદરાનું ‘નાક’ છે, તો ‘મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધ્યાલય’ સાદરનું ‘મગજ’ છે. સાદરા ની બે બેંકો સાદરાના ‘હાથ’ છે. તો પોસ્ટ ઓફિસ અને ટેલિફોન કેન્દ્ર એના ‘પગ’ છે. સાદરનું ‘પંચાયત ઘર’ એ સાદરારૂપી શરીરનું ‘હ્રદય’ છે. અને પેલું ‘ટાવર’ અને ‘કિલ્લો’ એ એની બે ‘આંખો’ છે . સાદરાના વૈવિધ્યપૂર્ણ દેવસ્થાને એના કાન છે અને સાદરા નું ‘મોં’ એ સાદરાનો ‘વેપાર-ધંધો’ છે . પરંતુ આ બધાય માં જે ‘આત્મા’ છે તે તો સાદરા ની જનતા છે.

hit counters
Copyright © 2011 Shri Jakshini Annapurna kendra, Sadra. All Rights Reserved.
Powered by : hit counters Gateway Group of Companies