|
|
|
બોલ્યું - ચાલ્યું માફ ...
અમે અમારે ઘેર જઈને મા, જય જક્ષણી !
ઓ મા ! બોલ્યું - ચાલ્યું માફ,
જક્ષણીજગદંબે ! અમે
પડવે કુંભ સ્વરુપ વિધિ સ્થાપનની,
મા ! નક્કોરડો ઉપવાસ, જક્ષણી જગદંબે ! અમે .
બીજે બાળારુપ બંધનમુક્ત કરી ,
મા ! અંતરમાં ઉલ્લાસ, જક્ષણી જગદંબે ! અમે
ત્રીજે તેજ - સ્વરુપ ત્રિશૂળ ખડગ ધરી,
મા ! દૈત્ય નો કીધો નાશ, જક્ષણી જગદંબે !
અમે
ચોથે ચંડીરુપ ચારુ ચંદ્રમુખી,
મા ! વિશ્વતણો વિશ્વાસ , જક્ષણી
જગદંબે ! અમે .
પાંચમે પૂર્ણ - સ્વરુપ, પ્રગટયા પ્રેમથકી,
મા ! સાદરે કીધો વાસ, જક્ષણી જગદંબે ! અમે .
છઠની રાતે વિનવું માં ! પાય પડી,
મા ! રમો જોગણીઓ સાથ, જક્ષણી જગદંબે ! અમે
સાતમની શોભા અનોખી અલબેલી,
મા ! ગરબે આખી રાત, જક્ષણી જગદંબે ! અમે
આઠમે પાવન થાય ધરતી હવનથકી,
મા ! મધરાતે થઈ હાશ, જક્ષણી જગદંબે ! અમે .
નવ દિવસનાં નોરતા આનંદ ઘડી,
મા ! લઈએ વસમી વિદાય, જક્ષણી જગદંબે
|
 |
|
|
|
|
|
 |
|
Navratri Anusthan
|
 |
સાદરાનાં
આધ શક્તિ-
સ્વરુપા
જક્ષણી માતા
હાજરાહજૂર છે
અને એમના
પ્રભાવની ને
ચમત્કારોની
અનેક વાતો
સદીઓથી
પ્રચલિત છે.
લોકોની
શ્રદ્ધા જેમ
જેમ વધતી જાય
છે તેમ તેમ
માતાજીનાં
પ્રત્યક્ષ
દર્શન તો
દુર્લભ થઈ
પડે છે.
પરંતુ એમ
કહેવાય છે કે
માતાજીએ
જ્યારે એક
ભક્તને
સ્વપ્નું
આપ્યુ અને
પોતાને આ
સ્થળે
સ્થાપવા આદેશ
આપ્યો ત્યાર
પછી તો
નવરાત્રીની
રાત્રે
આકાશમાં
માતાજીનો રથ
ફરતો હોવાની,
રાત્રી સમયે
સાબરમતીના
‘આરે’
જળ ઉપર સરખી
સાહેલાઓ એવી
અન્ય
શક્તિદેવીઓ
સાથે ગરબે
ઘૂમવાનો અને
એવા બીજા
કેટલાયે
ચમત્કારો
નજરોનજર જોયા
હોવાનો દાવો
ગામના લોકો
કરે
છે.
|
|
નવરાત્રી
સવંત
2080
Navratri
Festival
2024
- - - - - -
- - - - - -
- - - - - -
- - - - - -
-
FROM
TO
03-OCT-2024
THURSDAY
11-OCT-2024
FRIDAY
11-OCT-2024
, Atham on
Friday
આસો
સુદ
આઠમ
12-OCT-2024
, Dushera on
Saturday
દશેરા
(વિજયા
દશમી)
સ્થાપના
દિવસ
ચૈત્ર સુદ
પૂનમ
|
|
પ્રતિ વર્ષ
ભાદરવા મહિનાના બીજા રવિવારે
માતાજીના મંદિરે માનવમહેરામણ
ઉમટે છે. અને
‘વડો-દિત્વાર’
નામે ઓળખાતો સાદરનો મેળો
એજન્સી પહેલાના સમયથી ખૂબ
ધામધૂમથી ભરાતો આવ્યો છે.
ત્યારબાદ વીસ - પચ્ચીસ દિવસ
બાદ નવરાત્રિ આવે છે. અને
ત્યારે તો નવેનવ દિવસ
જક્ષણીમાતાના મંદિરે જે
અભૂતપુર્વ મહોત્સવ ઉજવાય છે.
તે તો જેણે નજરે જોયો હોય તેજ
સમજી શકે. પ્રતિ વર્ષ
માતાએ બેસનારાઓ ની
સંખ્યા વધારો થતો રહે
છે અને સવા સો થી દોડસો
જેટલા ઘડા નું મંદિર સામેના
વિશાળ કુંભ ચોકમાં
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આસો
સુદ એકમે સ્થાપન થાય છે જેમાં
આ વર્ષે જેમના લગ્ન થયા હોય
તે યુગલો, બાધામાનતા માની હોય
તેવા શ્રદ્ધાળૂઓ અને
વંશપરંપરાગત જેમના માતાએ
બેસવાના વારા ચાલ્યા આવે છે
તેવા સાદરાવાસીઓનો સમાવેશ થાય
છે. કેવળ વાણીયા, બ્રાહ્નણ જ
નહી, પટેલ, સૂથાર, પંચાલ,
દરજી ઉપરાંત ઠાકોર અને
ગોસ્વામી કુટુંબોના વંશજો પણ
આ નવરાત્રિ મહોત્સવ માં ભાગ
લે છે. નવેય દિવસ સવારે
ઘડાપુજન થાય છે. ઘેરઘેર કેવળ
ફરાળ આરોગીને અને લાકડાની પાટ
પર સૂઈ જાઇ ને આ નવ દિવસની
આરાધના કરનારાઓનો ઉત્સાહ પણ
જોવા જેવો હોય છે અને રાત્રે
ગરબાની જે રમઝટ ઉડે છે. એની
તો વાત જ શી કરવી ? આઠમના
દિવસે હવન થાય છે. વહેલી સવાર
થી બપોરના એક-દોઢ વાગ્યા
સુધી, જુદી જુદી પતંગોમાં
હવનવિધિ થાય છે. બપોરે સૌ
સૌના ઘેર નૈવેધ્યની પૂર્વ
તૈયારી મોટા પાયા પર ચાલે છે
ખાસ આ દિવસ માટે જ પ્રસાદ્
લેનારાઓની સંખ્યા અગણીત હોય
છે. ખાસ આ દિવસ માટે સાદરા
આવનારાઓની સંખ્યા નાનીસૂની
નથી હોતી ! ખરેખરું અદભૂત અને
હૃદયસ્પર્શી દૃશ્ય તો રાતના
બાર વાગ્યનું હોય છે ! ગામ ને
ફળિયે ફળિયે ને શેરિએ શેરિએ
નવ દિવસ પધરાયેલા ગરબા માથે
લઈ ને, જે તે મહોલ્લાનાં ભાઈ
- બહેનોનાં ટોળેટોળા
વાજતેગાજ્તે, હાથમાં બેટરી
-ફાનસ વગેરે લઇને અગિયાર
વાગ્યા સુધીમાં જક્ષણીમાતાના
મંદિરે પહોંચી જાય. બરાબર બાર
ના ટકોરે આરતી ઉતરે છે ત્યારે
મંદિરની અંદર, બહાર ચોકમાં ને
આજુબાજુ ની ભેખડો પરની બેઠકો
પર માતાના ભાવિક-ભક્તો બોલ મારી
અંબે...જય જય અંબે..બોલ
મારી જક્ષણી...જય જય
જક્ષણી ..... ના
સાદથી વાતાવરણને જક્ષણીમય
બનાવી દે છે અને છેલ્લે હાથ
જોડીને આરતી બોલતા માણસોની
સંખ્યા જોઈને ઘડી ભર તો એમ જ
થઈ જાય કે અત્યારે ગામમાં કોઈ
માણસો હસે ખરા ? કે બધા
અહીં જ આવી ગયા છે !
આરતી પુરી થતાં પૂજારી
કુંભસ્થાપન સ્થળે આવી ઘડાઓની
આરતી ઉતારી પાછા મંદિરમાં જાય
ને આરતી ઠારે એટલે ઘડા
ઉપાડવાની લીલી ઝંડી મળી ગઈ
સમજો. એટલી શિસ્તબદ્ધ રીતે
ત્યારપછીનો અડધા કલાક
કાર્યક્રમ ચાલે છે જે જોનાર
એમ જ થઈ જાય છે કે આવી
સ્વયંભુશિસ્ત જક્ષણીમાતાના
માઇભક્તો જ બતાવી શકે ! પહેલો
મુખીનો ગામાત ઘડો ઊપડે પછી
બીજાઓ પોતપોતાના ઘડા ખભા પર
લઈ, માતાજીના મંદિરમાં
પ્રવેશી, માને પગે લાગીને
બાજુના બારણેથી પગથિયાં
ઊતરીને નદી પર જાય છે. ઘડા
ઉપરના કોડીયામાં ઊગેલા
સપ્તાહભરના જવેરા સાબર ના
જળમાં પધરાવે છે. પછી ઘડામાં
વધેલું પાણી સાબાર માને અર્પણ
કરી, બીજું તાજું પાણી ઘડામાં
ભરી, એ ઘડો ખભે લઈ, નાળ ના
રસ્તે જક્ષણીમાતા કી જય ના
પ્રચંડ નારા લગાવતી લગાવતી
ચાલી રહેલી વિશાળ જન્મેદની
વચે ચાલીને ઘેર પહોંચે ત્યારે
એના હૈયામાં હાશ, હળવાશ ને
બધું નિર્વિઘ્ને પાર પડ્યાંનો
સંતોષ થાય છે એ તો જે માતાએ
બેઠું હોય એ જ જાણે ! સગા
વહાલા, પુત્ર-પરિવાર અને
મિત્રમંડળ ની હાજરીમાં ઘેર
ઘેર રાત્રે નૈવેધનું ભોજન થાય
છે. પ્રસાદ લીધા સિવાય કોઈથી
જવાય નહી. દશેરાની ઉજાણી કરી
માતાને પગે લાગીને પછી જ ગામ
છોડવાનું.
|
|
 |
|
|
|
|
|