હાં અહી આવનારું કોઈ ભુખ્યું નહી જાય
દુ:ખ્યું નહી જાય..
ભૂખ મિટાવસે અનનપૂર્ણાકેન્દ્ર
અને
દુ:ખ મિટાવસે જગજનની માં જક્ષણી !
 

ઉપલબ્ધ સેવાઓ

 » પૂનમ પ્રસાદી

 » ઉપલબ્ધ સાધન સગવડ
( લગ્નપ્રસંગ બાબરી સભા સત્સંગ માટે )

Darshan of ATHAM FROM 7.00 AM TO 2.00 PM AND 11.00 PM TO 12.30 AM (IST) on 22-OCT-2023.
Parichay Patrika
 Annpura Kendra
હું જે બોલી રહ્યો છું તે માં સાંભળે છે, અને હું જે કરી રહ્યો છું તે માં જુએ છે.

યાત્રાધામ, જક્ષણીધામ, માની દિવ્યકૃપા અને કરુણાથી, ચોમેર એની આધ નિરંજન ચેતનાથી , ક્ષીતિજો વિસ્તારી રહ્યુ છે. 'મા' ના ભક્તો ચોમેર જે તે સ્થળે વસીને એની ભક્તિ કરે છે. માનાં દર્શન કરવા દૂર દૂર થી સાદરા જક્ષણી ધામમાં આવે છે. કોઈ બાધા માનતા કે બાબરીનો સંકલ્પ લઈ ને આવે છે. કોઈ ભક્તો પગપાળા આવે અને ધજા ચડાવે, કોઈ ભક્તો માના હવનનો સંકલ્પ લઈ ને આવે, કોઈ 'વડો ઇતવાર', કોઈ ભક્તો નવરાત્રીમાં માના અનુષ્ટાન માટે આવે, કુંભ ચોક માં માનાં ઘટસ્થાપન થાય. નવરાત્રી ની આઠમના હવન અને રાત્રે માનાં ૧૨ વાગે આરતી ના અલૌકીક દર્શન શબ્દોમાં વર્ણન ના થાય તેવા દુર્લભ ભવ્ય દર્શન માટે દર્શનાર્થીઓ આવે. કોઈ ઉજાણી માટે આવે. પોતાના સમય વ્યવસાયની ગરમી, ઠંડી, કે વર્ષાની ચિંતા કર્યા વગર માના ધામમાં આવે. ત્યારે માને પણ એમ થયું કે મારો ભક્ત બધું છોડીને મારા દર્શન કરવા આવ્યો છે ત્યારે એને જરુર છે, પાણીની..... ચાની.....વિસામાની..... ભોજનની !

મા એ ચા સેવા કેન્દ્ર શ્રી સંવત ૨૦૫૪ ભાદરવા સુદ - પૂનમ તારીખ ૬ - ૯ - ૧૯૯૮ ના દિવસે શરૂ કરાવ્યો. શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્રનો મંગલ પ્રારંભ પરમ પૂજ્ય જનક મહારાજના આશીર્વાદ થી સંવત ૨૦૫૫ ચૈત્ર સુદ- પૂનમ બુધવાર તારીખ ૩૧ - ૩ - ૧૯૯૯ ના રોજ માની કૃપાથી થયો. માના અન્નપૂર્ણા સ્વરુપનાં દર્શન થયા. નાનકડી ખુલ્લી જગ્યા હતી. કલ્પવૃક્ષ સમાન ખીજડો તથા કણજની છાયા નીચે માનો પ્રસાદ લેનાર સૌ ભાવિક ભક્તો તથા સહયોગ આપી ધર્મલાભ લેનાર તથા સ્વયંસેવકો વચ્ચે પ્રેમનો સેતુ બાંધયો. આ અન્નપૂર્ણા યજ્ઞના ફળ સ્વરૂપે મા સમુબાના હ્રદયમાં વસ્યા અને તેમના દીકરા શ્રી વિનોદભાઇ અંબાલાલ પટેલ, ભુયંગદેવ અમદાવાદને માએ પ્રેરણા આપી . રામજી મંદિરની પાછળ નિજ મંદિરની ડાબી તરફ નદીકિનારે ઉંડા કોતરો અને ઉંચા ટેકરાઓ જ્યાં હતા તે નિરુપયોગી જગ્યામાં ટેકરા તોડીને કોતરો પૂરીને તે ભૂમિને નવસાધ્ય કરી આપવાની સેવાનો ધર્મલાભ શ્રી વિનોદભાઇએ લીધો અને માંનાં કૃપાપાત્ર બન્યા. આ નવસાધ્ય ભૂમિ ઉપર માની કૃપાથી ટ્યુબવેલ માએ કરાવ્યો. માએ આ નવસાધ્યભૂમિ ઉપર માના સરસ્વતી સ્વરુપ ના વાડમય સ્વરુપ ના દર્શન શ્રીમદ્ દેવીભાગવતકથા થી પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી ભગવતી કેશરભવાની મહારાજશ્રી (માઇ મંડળ નડિયાદ) ના શ્રીમુખે કરાવ્યા. જેમાં શ્રી કાંન્તીલાલ જે. મોદી (મુંબઇ) કથાના મુખ્ય યજમાન બન્યા અને પરિક્ષીત રાજાની ઉપાધી પ્રાપ્ત કરી. આ કથા વખતે ભોજનાલય ભવનનો સંકલ્પ હતો, સ્વપ્ન હતું, તે શ્રી નંદલાલભાઈ ને માએ પ્રેરણા આપી અને .... શ્રીમતી ઈન્દિરાબેન નંદલાલ શાહ ભોજનાલય ભવન ... શ્રીમતી સરસ્વતીબેન કાન્તિલાલ મોદી - અતિથિ ભવન ... સાકાર થયાં.

માના કૃપાપાત્રોનાં હ્રદયના ભાવથી પછી ભલે તે એક રુપિયો હોય , ભાવિકોના દ્રવ્યથી નિર્માણ થયેલ આ સંકુલ, સાધન-સામગ્રી સમાજ ને ઉપયોગી થવી જોઈએ. જેનો લાભ અનેક ભક્તો ને મળવો જોઈએ.  જે ભાવથી તેણે સમર્પિત કર્યું છે. તે ભાવનું જતન થવું જોઈએ. જે આ સંસ્થાનો હેતુ છે.

 Photo Gallery
+ Click to Zoom
hit counters
Copyright © 2011 Shri Jakshini Annapurna kendra, Sadra. All Rights Reserved.
Powered by : hit counters Gateway Group of Companies